Student Assistance for Coaching Class For IIM/CEPT/NIFT/NLU/IELTS/TOEFL/GRE
યોજનાનો હેતુ
નિફ્ટ, સેપ્ટ, એનએલયુમાં પ્રવેશ મેળવવા માંગતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને ધોરણ 10માં 65% કે તેથી વધુ ગુણ ધરાવેલ હોવા અને ધોરણ 12 (કોઈપણ પ્રવાહ)માં અભ્યાસ કરતા હોવા જોઈએ. IIMમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ ધોરણ 12માં 65% કે તેથી વધુ ગુણ ધરાવેલ હોવા જોઈએ અને સ્નાતક કક્ષાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં 60% કે તેથી વધુ ગુણ ધરાવેલ હોવા જોઈએ. વિદેશ અભ્યાસ (IELTS/TOEFL/GRE) માટે, ધોરણ 12માં 65% કે તેથી વધુ ગુણ ધરાવેલ હોવા જોઈએ. યોજનાનો લાભ વધુમાં વધુ રૂ. 20,000/- સુધી આપવામાં આવે છે.
યોજનાનું શરૂ થયેલું વર્ષ: 2014-15
પાત્રતાના ધોરણ
- મૂળ ગુજરાતના વતની હોવા
- ધોરણ 10/12 અને સ્નાતકના ગુણધોરણ મુજબ પાત્રતા
- કુટુંબની વાર્ષિક આવક રૂ. 6,00,000/- અથવા તેથી ઓછી હોવી
- અરજદારને ફક્ત એક જ વાર લાભ મળે છે
- સંસ્થાએ ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવવો અને GST/PAN નંબર હોવો જોઈએ
- સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, 1950, કંપની અધિનિયમ, 1956, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948 હેઠળ નોંધણી થયેલી હોવી જોઈએ
- સંસ્થા અન્ય સરકારી ધોરણોનું પાલન કરતી હોવી જોઈએ
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ / પેટા જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ એક)
- એસ.એસ.સી./એચ.એસ.સી./સ્નાતક અભ્યાસક્રમની માર્કશીટ
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- અભ્યાસ કરાવતી સંસ્થાનું પ્રમાણપત્ર
- ફીની રસીદ (GST No. સહિત)
ફોર્મ ભરવા માટે
- Form bharva mate: esamajkalyan.gujarat.gov.in
- Application Attachments: Click Here