પંડિત દિન દયાળ આવાસ યોજના (Pandit Din Dayal Aavas Yojana)
પાત્રતાના માપદંડ
આવક મર્યાદા રૂ. 6,00,000/- રાખવામાં આવેલ છે.
સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના ઇસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે, માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રૂ. 1,70,000/- આપવામાં આવે છે.
મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ: 2 વર્ષ
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- જાતિ / પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી)
- લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/મકાન મળેલ હોય તો એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક (લાગુ પડતુ હોય તે)
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી / સિટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા આપેલ પ્રમાણપત્ર
- મકાન બાંધકામ માટેની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
- જમીનનો નકશો (ચતુર્દિશા દર્શાવતા, તલાટી-કમ-મંત્રિશ્રિની સહીવાળી)
- બેંક પાસબુક / કેન્સલ ચેક
- અરજદારનો ફોટો
ફોર્મ કેવી રીતે ભરવું
- ફોર્મ ભરવા માટે: esamajkalyan.gujarat.gov.in
- Application Attachments: Click Here
- FAQs: Click Here