માનવ ગરીમા યોજના (Manav Garima Yojna)
પાત્રતાના માપદંડ
હાલમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 6,00,000/- છે.
સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેમની જાતિ અને પરિસ્થિતિ મુજબ જીવનમાં ગરિમાપૂર્ણ રીતે જીવવા અને નાના વ્યવસાયોમાં સ્વરોજગારી માટે માનવ ગરીમા યોજના અમલમાં છે.
માનવ ગરીમા યોજનામાં કુલ 28 વ્યવસાય (ટ્રેડ) માટે રૂ. 25,000/- સુધીની સાધન સહાય (ટૂલ કીટ્સ) વિના મૂલ્યે આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે: દરજી કામ, ફેરી, પંચર કીટ, બ્યુટી પાર્લર, દુધ-દહી વેચનાર, મોબાઇલ રીપેરીંગ વગેરે.
રજુ કરવાના જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / રેશન કાર્ડ)
- જાતિ / પેટા જાતિનો દાખલો
- તાલુકા વિકાસ અધિકારી / મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમનો પુરાવો (જોયેલ હોય તો)
- બાંહેધરી પત્રક
- અરજદારનો ફોટો
ફોર્મ કેવી રીતે ભરવું
- ફોર્મ ભરવા માટે: esamajkalyan.gujarat.gov.in
- Application Attachments: Click Here
- FAQs: Click Here