વિદેશ અભ્યાસ લોન યોજના (Loan For Foreign Study)
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે
| યોજનાનું સ્વરૂપ | વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ. 15.00 લાખ સુધીની લોન સહાય |
|---|---|
| લાયકાતના ધોરણો |
|
| વ્યાજ દર | વાર્ષિક 4% સાદુ વ્યાજ |
| આવક મર્યાદા | કુટુંબની વાર્ષિક આવક રૂ. 10.00 લાખથી ઓછી |
રજુ કરવાના જરૂરી આધાર
- જાતિનો દાખલો
- કુટુંબની આવકનો દાખલો / IT Return / Form-16
- અભ્યાસની માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર
- વિદેશ અભ્યાસનું Offer Letter / I-20 / Acceptance Letter
- પાસપોર્ટ, વિઝા અને એર ટીકીટની નકલ
- પિતા / વાલીની મિલકતના આધાર તથા વેલ્યુએશન રિપોર્ટ
જામીનદાર: એક સધ્ધર જામીનદાર ફરજિયાત.
મોર્ગેજ:
લોન મંજૂર થયા બાદ વિદ્યાર્થીના વાલીની અથવા જામીનદારની મિલકત સરકાર પક્ષે
રજીસ્ટર્ડ ગીરોખત (Mortgage) કરાવવી પડશે.
લોન પરત ચુકવણી:
અભ્યાસ પૂર્ણ થયા પછી 1 વર્ષ બાદ હપ્તામાં ચુકવણી શરૂ થશે.
મુદ્દલ રકમ 10 વર્ષમાં અને વ્યાજ 2 વર્ષમાં ભરપાઈ કરવાની રહેશે.
આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે
| લોન સહાય | વિદેશ અભ્યાસ માટે મહત્તમ રૂ. 15.00 લાખ |
|---|---|
| લાયકાત |
|
| વ્યાજ દર | વાર્ષિક 4% સાદુ વ્યાજ |
ફોર્મ કેવી રીતે ભરવું
અરજદારે E-Samaj Kalyan Portal પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કાઢી જરૂરી આધાર સાથે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાની રહેશે.
- ફોર્મ ભરવા માટે : esamajkalyan.gujarat.gov.in
- Application Attachments : Click Here
- FAQs : Click Here
મહત્વની નોંધ
અધૂરી માહિતી અથવા સમયમર્યાદામાં પુર્તતા ન થાય તો અરજી આપોઆપ નામંજૂર થશે.