NEET/JEE/GUJCET માટે કોચિંગ સહાય યોજના

સરકારી યોજના

Student Assistance for Coaching Class For NEET/JEE/GUJCET

યોજનાનો હેતુ

ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ ધરાવનાર અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તેમજ આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. 20,000/- સુધીની સહાય આપવામાં આવે છે. યોજનાનું શરૂ થયેલું વર્ષ: 2014-15

પાત્રતાના ધોરણ

  • મૂળ ગુજરાતના વતની હોવા
  • ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા
  • વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો
  • કુટુંબની વાર્ષિક આવક રૂ. 6,00,000/- કે તેથી ઓછી હોવી
  • અરજદારને ફક્ત ધોરણ-12માં એક જ વાર લાભ મળશે
  • તાલીમ દરમિયાન અન્ય નોકરી કરવી નહીં; જો થાય તો રકમ વસુલ કરવાની રહેશે
  • સંસ્થાએ ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવવો જોઈએ અને GST/PAN નંબર હોવો જોઈએ
  • સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, 1950, કંપની અધિનિયમ, 1956, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948 હેઠળ નોંધણી થયેલી હોવી જોઈએ
  • સંસ્થા અન્ય સરકારી ધોરણોનું પાલન કરતી હોવી જોઈએ
  • તાલીમનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ એક)
  • એસ.એસ.સી. ની માર્કશીટ
  • ધોરણ-12 માં અભ્યાસનું બોનાફાઇડ પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • અભ્યાસ કરાવતી સંસ્થાનું નિયત પ્રમાણપત્ર

ફોર્મ ભરવા માટે