SC લઘુ ઉદ્યોગ માલિકોને દુકાન/વ્યવસાયનું સ્થળ ખરીદવા માટેની યોજના
આ યોજના અનુસૂચિત જાતિના લોકોને તેમના ધંધાનો વિકાસ કરવા માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું યોગ્ય સ્થળ/દુકાન ખરીદવા માટે બેંક દ્વારા લોન અને સહાય પૂરી પાડે છે.
યોજનાનો હેતુ
- શહેરી વિસ્તારમાં વ્યવસાય માટે સ્થળ/દુકાન ખરીદવા માટે બેંક દ્વારા ₹10.00 લાખ સુધીની લોન મળે છે.
- લોન સાથે ₹15,000 સબસિડી સહાય આપવામાં આવે છે.
- લાભાર્થીને ફક્ત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાય માટે લોન આપવામાં આવશે.
- શિક્ષિત બેરોજગાર, બેકાર મીલ કામદાર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ ધરાવતા અને સ્વરોજગારીની લાયકાત ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- લોન પર વ્યાજનો 4% ભાગ લાભાર્થીએ ભરશે, તે ઉપરના વ્યાજ માટે સરકાર 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપશે.
- રાજ્ય સરકાર અથવા સ્થાનિક સ્વરાજ્ય/નગર પંચાયત દ્વારા ફાળવેલ લાંબા ગાળાના ભાડાના દુકાનો માટે પણ લોન/સહાય આપવામાં આવશે, પરંતુ તેટલાં સમય સુધી દુકાન મોર્ગેજ રહેશે ત્યાં સુધી લોન ચૂકવવી પડશે.
- જમીનમાં બાંધકામ કરનાર અરજદાર માટે જમીનના ટાઇટલ અને “બીનખેતી” હોવાની પુષ્ટિ જરૂરી છે.
નિયમો અને શરતો
- કોઈ આવક મર્યાદા લાગુ નથી.
- ફક્ત એક જ વ્યવસાય/દુકાન માટે લોન આપવામાં આવશે.
- બાજપેયી બેંકેબલ યોજના અને કુટીર ઉદ્યોગમાં ચાલતી બેંકેબલ યોજના હેઠળ આ યોજના અમલમાં છે.
- દુકાન શરૂથયાના 3 માસ પછી સબસિડી ચૂકવવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો
- અરજદારનું આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ એક)
- અરજદારનો જાતિ/પેટા જાતિનો પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી પાસેથી)
- જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- કરાર અથવા બાનાખતની નકલ
- બાંહેધરી પત્રક (નોટરાઇઝ સોગધનામું)
ફોર્મ અને એપ્લિકેશન
- ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો
- અરજીઓ માટે જરૂરી દસ્તાવેજોની સૂચિ: ડાઉનલોડ PDF