SC Government છાત્રાલય પ્રવેશ માર્ગદર્શિકા
મૂળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટેની નિયમો અને શરતો નીચે મુજબ છે:
પ્રવેશ માટે લાયકાત
- છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ ૧૦ પાસ (ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ / CBSE) અથવા તે પછીનો ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થી લાયક ગણાશે.
- કુમાર છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,50,000 છે; કન્યા છાત્રો માટે આવક મર્યાદા લાગુ નથી.
- તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
- જ્યાં મેથ્રિક માર્ક્સ 50% કે તેથી વધુ હોય, તેમાં મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
- ડિસ્ટન્સ લર્નિંગ અભ્યાસક્રમના આધારે પ્રવેશ માટે લાયક નથી.
પ્રવેશ પ્રક્રિયા અને નિયમો
- જુના વિદ્યાર્થીઓએ નવા વર્ષે પણ ઑનલાઇન અરજી કરવી ફરજિયાત છે.
- પ્રવેશના સમયે વિદ્યાર્થી અને વાલી બાહેધરી પત્રક આપી, તેનું પાલન કરવાનું રહેશે.
- છાત્રાલય જે શહેરમાં આવેલ છે ત્યાંના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનું નથી.
- પ્રવેશ માત્ર તે જ જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવશે જ્યાં છાત્રાલય છે.
- વિદ્યાર્થીએ કચેરી અને સરકાર નક્કી કરેલ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- વિદ્યાર્થીનો જાતિ/પેટા જાતિનો પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી પાસેથી)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ એક)
- કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
- ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)
- શાળા/કોલેજમાં પ્રવેશ મળ્યાનું પત્ર
- શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
- વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)
- વિધવા / ત્યક્તાના બાળકોનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)
- અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)
ફોર્મ અને એપ્લિકેશન
- ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો