સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના

સરકારી યોજના

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana - SC Family Death Assistance

યોજનાનું નામ Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana
લક્ષ્ય લાભાર્થી અનુસૂચિત જાતિના પરિવારના સભ્ય મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનો
લાભ કુટુંબના સભ્યના મરણ પ્રસંગે ₹5,000/- નાણાકીય સહાય
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર: ₹6,00,000/- પ્રતિ વર્ષ, શહેર વિસ્તાર: ₹6,00,000/- પ્રતિ વર્ષ

યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના પરિવારોમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવી.

લાભાર્થી માટેના નિયમો અને શરતો

  • મૃત્યુ પામનાર અને અરજદાર ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹6,00,000/- અને શહેરી વિસ્તાર માટે ₹6,00,000/-થી વધુ ન હોવી જોઈએ.
  • મૃત્યુના છ મહિનાના અંદર અરજી કરવી ફરજિયાત છે.
  • અવસાન પામેલ વ્યક્તિનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવું પડશે.
  • મરણ પામનાર વ્યક્તિ માટે કુટુંબમાંથી માત્ર એક જ વ્યક્તિ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ એક)
  • મરણનું પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિનો દાખલો

અરજી કેવી રીતે કરવી?

E-Samaj Kalyan Portal પર જઈને અરજી ફોર્મ ભરી શકાય છે.