Manav Garima Yojana - SC/ST Self Employment Kit Assistance
| યોજનાનું નામ | Manav Garima Yojana |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | અનુસૂચિત જાતિના નાનો ધંધો/વ્યવસાય કરવા ઇચ્છુક વ્યક્તિઓ |
| લાભ | સ્વરોજગારી માટે 28 પ્રકારના વ્યવસાય માટે Tool Kits આપવામાં આવશે |
| આવક મર્યાદા | ₹6,00,000/- પ્રતિ વર્ષ (અતિપછાત જાતિના લાભાર્થીઓ માટે કોઈ મર્યાદા નથી) |
યોજનાનો હેતુ
નાનો ધંધો/વ્યવસાય કરવા ઇચ્છુક અનુસૂચિત જાતિના વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા અનુરૂપ Tool Kits દ્વારા પ્રારંભિક સહાય આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
લાભાર્થી માટેના નિયમો અને શરતો
- અરજદારની વય 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
- અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક આવક ₹6,00,000/- કરતાં વધુ નથી. અતિપછાત જાતિના લાભાર્થીઓ માટે આવક મર્યાદા લાગુ નથી.
- લાભાર્થી અથવા તેના કુટુંબના સભ્યોએ અગાઉ આ યોજના હેઠળ Tool Kits મેળવી હોય તો ફરી લાભ મળવો નહીં.
- કુલ 28 પ્રકારના વ્યવસાય માટે Tool Kits ઉપલબ્ધ છે.
ઉપલબ્ધ વ્યવસાય માટે Tool Kits
- કડીયાકામ
- સેન્ટિંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી / વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ/ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- મોબાઇલ રીપેરીંગ
- હેર કટીંગ (વાળંદ કામ)
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ / જમીનની દસ્તાવેજો પૈકી કોઈ એક)
- અરજદારની જાતિનો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાયલક્ષી તાલીમનો પુરાવો (જો લાયક)
- સ્વ-ઘોષણા
- એકરારનામું
અરજી કેવી રીતે કરવી?
E-Samaj Kalyan Portal પર જઈને અરજી ફોર્મ ભરી શકાય છે. Application Attachments PDF