Loan for Foreign Study - SC Students
| યોજનાનું નામ | Loan for Foreign Study |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ (Graduate / Post Graduate / PhD / Professional Courses) જે વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છે છે |
| સહાયની રકમ | ₹15,00,000/- લોન 4% વ્યાજદર સાથે |
| આવક મર્યાદા | કોઇ આવક મર્યાદા નથી |
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની નબળી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે આ યોજના હેઠળ ₹15,00,000/- સુધીની લોન 4% વ્યાજદર પર આપવામાં આવે છે. લોન Graduate, Post Graduate, PhD, Professional Courses અને IT/Technical Courses માટે આપવામાં આવે છે.
નિયમો અને શરતો
- મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા આવશ્યક છે.
- Graduate સ્તરે 50% અથવા વધુ માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ લોન માટે પાત્ર.
- વિદ્યાર્થીએ માન્યતા પ્રાપ્ત વિદેશી સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ અને ડિગ્રી સ્વીકૃત હોવી જોઈએ.
- એક જ પરિવારના વધુમાં વધુ બે વ્યકિત લોન માટે પાત્ર.
- લોનની વસુલાત અભ્યાસ પૂર્ણ કર્યા 6 માસ પછી શરૂ થશે, અને 10 વર્ષમાં પૂરી કરવાની રહેશે.
- વિઝા અને એર ટિકિટ સબમિટ કર્યા બાદ મંજુરી આપવામાં આવશે.
- વિદ્યાર્થીએ વિદેશમાં રહેણાંક અને સરનામું સુધારા અંગે જાણ કરવી ફરજીયાત રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/રેશન કાર્ડ/ચુંટણી કાર્ડ)
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
- શાળા છોડવાનો દાખલો
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- સોગંધનામું (Original)
- પાસપોર્ટ
- વિઝા
- એર ટિકિટ
- લોન ભરપાઇ માટે પાત્રતાનો દાખલો
- જામીનદારનું જામીનખત ₹100/-ના સ્ટેમ્પ પર (Annexure G)
- મિલકતનો વેલ્યુએશન રિપોર્ટ
- મિલકતનો આધાર (તાજેતરના 7/12 ના ઉતારા / ઇંડેક્સ)
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
અરજી કેવી રીતે કરવી?
E-Samaj Kalyan Portal પર જઈને અરજી ફોર્મ ભરી શકાય છે. Application Attachments PDF