કુંવરબાઈનું મામેરું યોજના

સરકારી યોજના

Kunwar Bai Nu Mameru Yojana

યોજનાનું નામ Kunwar Bai Nu Mameru Yojana
લક્ષ્ય લાભાર્થી અનુસૂચિત જાતિના પુખ્ત વયની કન્યાના લગ્ન સમયે માતા-પિતા / વાલી
સહાયની રકમ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને ₹12,000/- અને તે પહેલાંની કન્યાને ₹10,000/-
આવક મર્યાદા ₹6,00,000/- વાર્ષિક

યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના પુખ્તવયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલી રકમ ₹12,000/- અને પહેલાંના દર મુજબ ₹10,000/- સહાય આપવામાં આવશે.

નિયમો અને શરતો

  • આ યોજના ફક્ત ગુજરાત રાજ્યના મૂળ વતની SC લોકો માટે ઉપલબ્ધ છે.
  • વર્ષિક આવક મર્યાદા ₹6,00,000/-.
  • એક કુટુંબને બે પુખ્તવયની કન્યાના લગ્ન માટે આ યોજના હેઠળ લાભ મળે છે.
  • કન્યાની વય લગ્ન સમયે ઓછામાં ઓછા 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ હોવી જોઈએ.
  • લગ્ન બાદ બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવી જરૂરી છે.
  • સાત ફેરા સમૂહલગ્ન યોજનામાં ભાગ લેનાર લાભાર્થી આ યોજનાની તમામ શરતો પૂરી કરતાં બંને યોજનાઓ હેઠળ લાભ મેળવી શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • કન્યાનું આધાર કાર્ડ
  • જાતિનો પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી પાસેથી)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્નનો નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

અરજી કેવી રીતે કરવી?

E-Samaj Kalyan Portal પર જઈને ફોર્મ ભરી શકાય છે. Application Attachments PDF