Financial Assistance Scheme for Purchase of Agricultural Land to Scheduled Caste Farmers
| યોજનાનું નામ | Financial Assistance Scheme for Purchase of Agricultural Land to SC Farmers |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | અનુસૂચિત જાતિના ખેતમજૂર/કૃષિકર્મી |
| સહાયની રકમ | ₹1,00,000/- પ્રતિ એકર, વધુમાં વધુ 2 એકર માટે ₹2,00,000/- |
| આવક મર્યાદા | ગ્રામ્ય/શહેરી બંને માટે ₹6,00,000/- વાર્ષિક |
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના ખેતમજૂરો ખેતીની જમીન ખરીદી પોતાના પ્રયત્નથી ખેતી કરીને આવક વધારી શકે તે માટે આ નાણાકીય સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. લાભાર્થીને પ્રતિ એકર ₹1,00,000/-ની સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ 2 એકર માટે ₹2,00,000/- સુધી સહાય મળશે.
નિયમો અને શરતો
- વાર્ષિક આવક મર્યાદા: ગ્રામ્ય/શહેરી ₹6,00,000/-.
- લાભાર્થી સરકારી સહાય પ્રાપ્ત કર્યા પછી જ જમીન ખરીદી શકે છે.
- એક જ કુટુંબને એક જ વખત લાભ મળે છે.
- સરકારી સહાયથી ખરીદેલ જમીન 15 વર્ષ સુધી વેચાણ માટે લાયક નથી.
- લાભાર્થી ખેતમજૂર/કૃષિકર્મી હોવો ફરજિયાત છે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજદારનું આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી દ્વારા)
- ખેડૂત/ખેતમજૂર હોવાનો દાખલો (તલાટી-કમ-મંત્રી દ્વારા)
- કુટુંબની આવકનો દાખલો
- બાનાખતની નકલ
- જમીન વેચવાની મહેસૂલ પરવાનગીની નકલ
- જમીનના 7/12 તથા 8(અ) ઉતારા
- જમીન માલિકીની 7/12 / 8(અ) / તલાટી-કમ-મંત્રી દાખલો
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
અરજી કેવી રીતે કરવી?
E-Samaj Kalyan Portal પર જઈને ફોર્મ ભરી શકાય છે.