Dr. Savitaben Ambedkar Intercaste Marriage Assistance Scheme
| યોજનાનું નામ | Dr. Savitaben Ambedkar Intercaste Marriage Assistance Scheme |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | ગુજરાત રાજ્યના મૂળ વતની અનુકૂળ અનુસૂચિત જાતિના યુગલ |
| સહાયની રકમ | ₹2,50,000/- (₹1,00,000/- નાની બચત ખાતામાં + ₹1,50,000/- ઘરવપરાશ સાધનો માટે) |
| આવક મર્યાદા | કોઈ આવક મર્યાદા નથી |
યોજનાનો હેતુ
હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિઓ વચ્ચેના લગ્ન દ્વારા અસપૃશ્યતા દૂર કરવા અને સામાજીક સમરતા લાવવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. લાભાર્થી યુગલને નાની બચત ખાતામાં ₹1,00,000/- અને ઘરવપરાશ સાધનો માટે ₹1,50,000/- આપવામાં આવશે, કુલ ₹2,50,000/-ની સહાય.
નિયમો અને શરતો
- કોઈ એક યુગલમાંના વ્યકિત ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ.
- લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત છે અને લગ્ન પછી 2 વર્ષની અંદર અરજી કરવી પડશે.
- પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઈએ.
- અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિએ હિન્દુ ધર્મ પાલન કરવું ફરજિયાત છે અને પ્રાંત/રાજ્યમાં અસપૃશ્ય ન હોવાનો પ્રમાણ આપવું પડશે.
- વિધુર અથવા વિધવા પુનઃલગ્ન કરે તો પણ સહાય માટે લાયક રહેશે.
- કોઈ આવક મર્યાદા લાગુ નથી.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજદારે છૂટાછેડા/મરણ સંબંધિત દસ્તાવેજ (જ્યારે લાગુ પડે)
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ પ્રમાણપત્ર અને શાળા છોડયાનો દાખલો
- યુવક/યુવતીનું જાતિ પ્રમાણપત્ર અને શાળા છોડયાનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઈ એક)
- લગ્ન નોંધણીનો પ્રમાણપત્ર
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- એકરારનામું
- લગ્ન નોંધણીનું ફોર્મ / વિજ્ઞાપ્તિ ફોર્મ
અરજી કેવી રીતે કરવી?
અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજ PDF ડાઉનલોડ કરીને, E-Samaj Kalyan Portal પર અરજી કરી શકાય છે.