મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવાની યોજના
| યોજનાનું નામ |
મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવાની યોજના |
| ચાલૂ કરનાર વિભાગ |
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર |
| લાભાર્થી |
૬૦% કે તેથી વધુ મલ્ટિપલ ડિસેબિલિટી, લોકોમોટર ડિસેબિલિટી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને સેરેબલ પાલ્સી જેવી દિવ્યાંગતા ધરાવતા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ
|
સાધન સહાયમાં શું મળી શકે?
| ક્રમ |
દિવ્યાંગતા પ્રકાર |
મળવાપાત્ર સાધન |
| ૧ |
લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટી (ફક્ત લોકોમોટર ડિસેબિલિટી સાથે અન્ય દિવ્યાંગતા) |
મોટરાઇઝડ ટ્રાયસીકલ |
| ૨ |
સેરેબલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર ડિસેબિલિટી, અને મલ્ટિપલ ડિસેબિલિટી (ફક્ત આ ત્રણ પ્રકારની દિવ્યાંગતા સાથે) |
જોયસ્ટીક વ્હીલચેર |
અરજી સાથે સામેલ કરવાના પુરાવા
- દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ / દિવ્યાંગ પ્રમાણપત્ર (સિવિલ સર્જનશ્રી દ્વારા)
- ઉંમરનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- આધાર કાર્ડની નકલ
ફોર્મ ભરવાની રીત
- આ યોજના હેઠળ E-Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરી શકાય છે
- ઓનલાઈન અરજીઓની ચકાસણી અને સહાય મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પાસે રહેશે
- નિયત કરેલા ટારગેટથી વધુ અરજીઓ આવ્યા હોય તો ડ્રો પદ્ધતિથી પસંદગી કરવામાં આવશે
હેલ્પલાઇન નંબર અને વેબસાઈટ
આ યોજના દિવ્યાંગ વ્યક્તિઓને સહાયરૂપ થવા માટે છે. અરજી કરતી વખતે સાચા ડોકયુમેન્ટ્સ અપલોડ કરવી જરૂરી છે, ખોટા પુરાવા આપવાથી અરજી રદ્દ થઈ શકે છે.