પાલક માતા-પિતા યોજના | Foster Parents Scheme
આ યોજનાનો હેતુ ગુજરાતમાં રહેલા 0 થી 18 વર્ષના અનાથ બાળકો કે જેઓના માતા-પિતા હયાત નથી, અથવા પિતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલ હોય એવા નિરાધાર અનાથ બાળકોની નજીકના સગાઓ દ્વારા સંભાળ લેવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી છે.
પાત્રતા માપદંડ
- ગુજરાત રાજ્યમાં વસતા 0 થી 18 વર્ષની ઉમરના અનાથ બાળક
- બાળકના પિતા મૃત્યુ પામેલ અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તો નિરાધાર અનાથ બાળકની સંભાળ લેવા માટે નજીકના સગાને લાભ મળે
સહાયનું ધોરણ
- બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ. 3,000/- DBT મારફતે આપવામાં આવે છે
અરજી સાથે સામેલ કરવાના દસ્તાવેજો
- બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર (કોઈપણ એક)
- બાળકના માતા-પિતા મરણનો દાખલો (પ્રમાણિત નકલ)
- માતા પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો (કોઈપણ એક)
- આવકનો દાખલો (ગ્રામીણ વિસ્તાર માટે ₹27,000 થી વધુ, શહેરી વિસ્તાર માટે ₹36,000 થી વધુ આવક નહિ)
- બાળક અને પાલક માતાપિતાના સંયુક્ત બેંક ખાતાની નકલ (પ્રમાણિત)
- બાળકનો આધારકાર્ડની નકલ
- પાલક માતાપિતાના રેશનકાર્ડની નકલ (પ્રમાણિત)
- બાળક હાલ અભ્યાસ કરતો ધોરણનું પ્રમાણપત્ર
- પાલક માતાપિતા/પિતાના આધારકાર્ડની નકલ (કોઈપણ એક)
ફોર્મ અને એપ્લિકેશન
- ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો