બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓ માટે આર્થિક સહાય યોજના

સરકારી યોજના

બૌધ્ધિક અસમર્થ વ્યક્તિ માટે આર્થિક સહાય | Financial Assistance to Persons with Intellectual Disability

આ યોજનાનો હેતુ એ છે કે 50% કે તેથી વધુ બૌધ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓ, તેમજ સેરેબલ પાલ્સી, ઓટિઝમ અને 40% થી વધુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતિ ધરાવનારાઓને માસિક નાણાકીય સહાય આપવામાં આવે, જેથી તેમની દૈનિક જીવનની જરૂરિયાતો પૂરી કરી શકાય.

પાત્રતા માપદંડ

  • 50% કે તેથી વધુ બૌધ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિ
  • સેરેબલ પાલ્સી, ઓટિઝમ ધરાવતા વ્યક્તિ
  • 40% કે તેથી વધુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અથવા ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતિ ધરાવનાર વ્યક્તિ
  • ઉંમર: 0 થી 79 વર્ષ

મળવાપાત્ર સહાય

  • લાભાર્થીને માસિક રૂ. 1,000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે

અરજી સાથે સામેલ કરવાના દસ્તાવેજો

  • રહેઠાણનો પુરાવો
  • ઉંમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો)
  • દિવ્યાંગ ઓળખ કાર્ડ અથવા સિવિલ સર્જનશ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનો પ્રમાણપત્ર (કોઈપણ એક)
  • બેંક એકાઉન્ટની વિગતો
  • અધિકારી માટે આધારકાર્ડની નકલ

ફોર્મ અને એપ્લિકેશન