દિવ્યાંગ લગ્ન સહાય યોજના

સરકારી યોજના

દિવ્યાંગ લગ્ન સહાય યોજના | Divyang Lagna Sahay

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓને લગ્ન સમયે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના કન્યા અને છોકરા બંનેની ઉંમર, દિવ્યાંગતાની ટકાવારી અને અન્ય ધોરણો મુજબ અમલમાં આવે છે.

પાત્રતા માપદંડ

  • કન્યાની ઉંમર: 18 વર્ષ અથવા વધુ
  • છોકરાની ઉંમર: 21 વર્ષ અથવા વધુ
  • લાભ એક જ વખત (એક યુગલ દીઠ) જ મળશે
  • લગ્ન પછી બે વર્ષની અંદર અરજી ફરજિયાત
  • લાભ દિવ્યાંગતાની ટકાવારી અનુસાર આપવામાં આવશે

દિવ્યાંગતા મુજબ લાભ

ક્રમ નં દિવ્યાંગતા અનુરૂપ ટકાવારી
1અંધત્વ40% કે તેથી વધુ
2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય40% કે તેથી વધુ
3સાંભળવાની ક્ષતિ71% થી 100%
4ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ50% કે તેથી વધુ
5સામાન્ય ઇજા/જિવલેણ રકતસ્ત્રાવ50% કે તેથી વધુ
6ઓછી દ્રષ્ટી40% કે તેથી વધુ
7ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા50% કે તેથી વધુ
8બૌધ્ધિક અસમર્થતા50% કે તેથી વધુ
9હિમોગ્લોબિનની ઘટેલી માત્રા50% કે તેથી વધુ
10રકતપિત-સાજા થયેલા40% કે તેથી વધુ
11દીર્ધ કાલીન અનેમિયા50% કે તેથી વધુ
12એસીડના હુમલાનો ભોગ બનેલા40% કે તેથી વધુ
13હલન ચલન સક્ષમ ન હોવી40% કે તેથી વધુ
14સેરેબલપાલ્સી40% કે તેથી વધુ
15વામનતા40% કે તેથી વધુ
16માનસિક બિમાર50% કે તેથી વધુ
17બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ40% કે તેથી વધુ
18ખાસ અભ્યાસ સંબધિત વિકલાંગતા50% કે તેથી વધુ
19વાણી અને ભાષાની અશકતતા50% કે તેથી વધુ
20ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ50% કે તેથી વધુ
21બહેરા અને અંધત્વ સહિતની અનેક અપંગતા50% કે તેથી વધુ

સહાયની રકમ

  • દિવ્યાંગ + દિવ્યાંગ યુગલ: રૂ. 50,000 + રૂ. 50,000 = કુલ રૂ. 1,00,000/-
  • સામાન્ય + દિવ્યાંગ યુગલ: રૂ. 50,000/-

અરજી સાથે રજુ કરવાના દસ્તાવેજો

  • કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રી પાસેથી મળેલ દિવ્યાંગતાનો પ્રમાણપત્ર (પ્રમાણિત નકલ)
  • રહેઠાણનો પુરાવો (રીશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર / ચૂંટણી કાર્ડ)
  • કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • લગ્નના યુગલના ફોટા
  • લગ્ન કંકોત્રી
  • બેંક પાસબુકની પ્રથમ પાનુંની નકલ અથવા રદ કરેલ ચેક
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

ફોર્મ અને એપ્લિકેશન