Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Medical Post Graduate Doctors of Scheduled Caste
| યોજનાનું નામ | Dr. P. G. Solanki Scheme for Medical Post Graduate Doctors of SC |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકો (MD/MS) |
| લોન / સહાય રકમ | ₹3,00,000/- લોન 4% વ્યાજ સાથે + ₹1,00,000/- સહાય |
| વાર્ષિક આવક મર્યાદા | કોઈ આવક મર્યાદા નથી |
યોજનાનો હેતુ
ડૉ. પી.જી. સોલંકી યોજના અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકો (MD/MS) ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે ₹3,00,000/- લોન 4% વ્યાજ સાથે અને ₹1,00,000/- સહાય પૂરી પાડે છે.
નિયમો અને શરતો
- સરકારી લોન સહાય ફક્ત નિર્ધારિત હેતુ માટે જ ઉપયોગ કરવી પડશે. અન્ય હેતુ માટે ઉપયોગ થશે તો લોન તથા સહાય રકમ પર વ્યાજ સહિત વસુલ કરવામાં આવશે.
- લોન મંજુર થયા પછી બેંક અથવા અન્ય નાણાંકીય સંસ્થાના હપ્તા પુરા થયા પછી અથવા 8 વર્ષ પછી, જે વહેલુ થાય, લોન અને વ્યાજને સમાન માસીક હપ્તાઓમાં 4 વર્ષમાં ભરવું પડશે.
- નિયત સમય કરતાં વહેલી ભરપાઈ પર છૂટ આપવામાં આવશે.
- નિયત સમય મુજબ લોન ચુકવવામાં કસુર થવા પર 2.5% ચડતર હપ્તા સાથે દંડનીય વ્યાજ લાગુ પડશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજદારનું આધાર કાર્ડ
- ચૂંટણી ઓળખપત્ર
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઈ એક)
- રજીસ્ટ્રેશનની નકલ
- તબીબી અનુસ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર
- અરજદારની ઉંમરનો પુરાવો/શાળા છોડયાનું પ્રમાણપત્ર
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- જાતજામીનખતનો નમૂનો
- બાંહેધરી પત્રક
- લોન ભરપાઇ માટે પાત્રતાનો દાખલો
- એકરારનામું અને સોગંદનામું
- જામીનદાર-1 અને જામીનદાર-2 ના મિલકત આધાર (7/12 ના ઉતારા)
- જામીનદારના જામીનખતનો નમૂનો
અરજી કેવી રીતે કરવી?
અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજ PDF ડાઉનલોડ કરીને, E-Samaj Kalyan Portal પર અરજી કરી શકાય છે.