Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Medical Graduate Doctors of Scheduled Caste
| યોજનાનું નામ | Dr. P. G. Solanki Scheme for Medical Graduate Doctors of SC |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકો (MBBS, BAMS, BAMS Diploma, BHMS, BDS, Homeopathy Degree/Diploma) |
| લોન / સહાય રકમ | ₹2,50,000/- લોન 4% વ્યાજ સાથે + ₹25,000/- સહાય |
| વાર્ષિક આવક મર્યાદા | ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ₹6,00,000/- થી વધુ ન હોવી જોઈએ |
યોજનાનો હેતુ
ડૉ. પી.જી. સોલંકી યોજના અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને (MBBS/BAMS/BHMS/BDS/Homeopathy Diploma/Degree) સ્વતંત્ર વ્યાસાય શરૂ કરવા માટે સહાય પૂરી પાડે છે. લાભાર્થીને ₹2,50,000/- લોન 4% વ્યાજ પર અને ₹25,000/- સહાય આપવામાં આવશે.
નિયમો અને શરતો
- અરજદાર સરકારી કે ખાનગી કચેરીમાં નોકરી કરતો ન હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ કુટુંબના માત્ર એક સભ્યને જ મળે.
- લોન મંજૂર થયા બાદ 12 મહિનાની અંદર માસિક ₹50,000/-ના હપ્તામાં પરત ભરવી પડશે.
- લોન મળ્યા પછી 3 મહિના અંદર ડોક્ટર કચેરી / દવાખાનું શરૂ કરવાનું ફરજીયાત રહેશે.
- હોમિયોપેથીક ડૉક્ટરો ફક્ત હોમીયોપેથીક પ્રેક્ટિસમાં જ કામ કરશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ / પિતા જાતિ નો દાખલો
- કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાયસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશન કાર્ડમાંથી કોઈ એક)
- રજીસ્ટ્રેશનની નકલ
- તબીબી સ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર
- અરજદારની ઉંમરનો પુરાવો / શાળા છોડયાનું પ્રમાણપત્ર
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / કેન્સલ ચેક (અરજદારના નામનું)
- જાતજામીનખતનો નમૂનો
- બાંહેધરી પત્રક
- લોન ભરપાઇ માટે પાત્રતાનો દાખલો
- એકરારનામું અને સોગંદનામું
- જામીનદાર-1 અને જામીનદાર-2 ના મિલકત આધાર (7/12 ના ઉતારા)
- જામીનદારના જામીનખતનો નમૂનો
અરજી કેવી રીતે કરવી?
E-Samaj Kalyan Portal પર જઈને ફોર્મ ભરી શકાય છે. તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.