Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Law Graduates of Scheduled Caste
| યોજનાનું નામ | Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Law Graduates of SC |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકો |
| સહાય / લોન રકમ | રૂ. 7,000/- લોન + રૂ. 5,000/- સહાય |
| વાર્ષિક આવક મર્યાદા | ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ₹6,00,000/- થી વધુ ન હોવી જોઈએ |
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને પોતાનું વ્યવસાયનુ સ્થળ કે દુકાન ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવી. લાભાર્થીને રૂ. 7,000/- લોન અને રૂ. 5,000/- સહાય આપવામાં આવશે.
નિયમો અને શરતો
- અરજદાર કાયદાના સ્નાતક હોવો જોઈએ.
- વાર્ષિક આવક મર્યાદા: ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ₹6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
- બાર કાઉન્સિલ દ્વારા મળેલ રજીસ્ટ્રેશન નંબર અને તારીખ સાથે રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની નકલ જોડવી જરૂરી છે.
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યના મૂળ વતનીને મળશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
- કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/રેશન કાર્ડમાંથી કોઈ એક)
- જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
- જાતિ જામીનખત (પત્રક-અ મુજબ)
- બાર કાઉન્સિલ દ્વારા મળેલ રજીસ્ટ્રેશન નકલ / ફી ભર્યાની પાવતી
- ઓફિસ મકાનનું ભાડું એક વર્ષ માટે, ભાડા ચીઠ્ઠી સાથે
- પરીક્ષામાં મેળવેલ વર્ગ અને ગુણનું પ્રમાણપત્ર
- વકીલાતનો અનુભવ હોય તો પ્રમાણપત્ર
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / કેન્સલ ચેક (અરજદારના નામનું)
અરજી કેવી રીતે કરવી?
E-Samaj Kalyan Portal પર જઈને ફોર્મ ભરી શકાય છે. જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.