ડૉ. આંબેડકર આવાસ યોજના

સરકારી યોજના

Dr. Ambedkar Awas Yojana

યોજનાનું નામ Dr. Ambedkar Awas Yojana
લક્ષ્ય લાભાર્થી અનુસૂચિત જાતિના ગરીબ અને ઘરવિહોણા લોકો
સહાય રકમ ₹1,70,000/- ચાર હપ્તામાં, શૌચાલય માટે ₹12,000/- અલગ (જરૂર પડે તો)
લાભાર્થી ઉંમર ઓછીમાં ઓછી 21 વર્ષ
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર: ₹6,00,000/- થી વધુ ન હોવી જોઈએ

યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ગરીબી રેખા નીચે જીવન કરનારા લોકો માટે કાચું, જર્જરીત અથવા અનુકૂળ રહેઠાણ પૂરું પાડવું. જો વ્યક્તિ ખુલ્લો પ્લોટ ધરાવે કે અનુકૂળ ન રહેઠાણ ધરાવતું મકાન ધરાવે, મકાનની માલિકીની સંમતિથી મકાન બાંધવા ₹1,70,000/- ચાર હપ્તામાં આપવામાં આવશે:

  • પ્રથમ હપ્તો – ₹30,000/- (વહીવટી મંજૂરી પછી)
  • બીજો હપ્તો – ₹80,000/- (પ્લીન્થ લેવલ પૂર્ણ થયા પછી)
  • ત્રીજો હપ્તો – ₹50,000/- (રૂફ કાસ્ટ લેવલ પૂર્ણ થયા પછી)
  • ચોથો હપ્તો – ₹10,000/- (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયા પછી)

નિયમો અને શરતો

  • લાભાર્થી અથવા કુટુંબના સભ્યોને અન્ય કોઈ રાજ્ય/કેન્દ્ર આવાસ યોજના હેઠળ લાભ મળ્યો ન હોવો જોઈએ.
  • મકાન સહાયની ટોચ મર્યાદા: શહેરી – ₹10,00,000, ગ્રામ્ય – ₹7,00,000 (Affordable Housing Scheme માટે અલગ નિયમ લાગુ).
  • પ્રથમ હપ્તાની ચુકવણી બાદ 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવું ફરજીયાત.
  • લાભાર્થીએ મકાન પર “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના”નો તખ્તો લગાવવો ફરજિયાત.
  • શહેરી/ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • જાતિ/પેટા જાતિનો દાખલો
  • કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/રેશનકાર્ડમાંથી કોઈ એક)
  • જમીન માલિકીનો દસ્તાવેજ / 7/12 ઉતારો / હક પત્રક / સનદ પત્રક (જ્યાં લાગુ પડે)
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / કેન્સલ ચેક
  • પતિના મૃત્યુનો દાખલો (વિધવા હોય તો)
  • જમીનના નકશા સહિત ચતુર્દિશા દર્શાવતી સહીવાળી નકલ
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • અગાઉ આ યોજના અથવા અન્ય આવાસ યોજના હેઠળ લાભ ન મળ્યો હોય તે અંગેનું બાહેંધરી પત્ર
  • જ્યાં મકાન બાંધવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો

અરજી કેવી રીતે કરવી?

E-Samaj Kalyan Portal પર જઈને ફોર્મ ભરી શકાય છે. જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.

Official Source

Application Attachments PDF