કોમર્શિયલ પાયલટ તાલીમ લોન યોજના

સરકારી યોજના

કોમર્શિયલ પાયલટ તાલીમ લોન યોજના

યોજનાનું નામ કોમર્શિયલ પાયલટ તાલીમ લોન યોજના
ચાલૂ કરનાર વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર
સહાય રકમ ₹ 25,00,000/- સુધીની લોન 4% વ્યાજ દરે
લાભાર્થી અનુસૂચિત જાતિના તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ

યોજનાનો હેતુ

SC વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલટ લાયસન્સ માટે તાલીમ લેવા માટે આર્થિક સહાય આપવી. આ યોજનામાં ₹25,00,000/- સુધીની લોન 4% વ્યાજ દરે આપવામાં આવે છે.

નિયમો અને શરતો

  • વિદ્યાર્થીએ ધોરણ-10/12 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે.
  • જેઓ વિદેશ/દેશની માન્ય સંસ્થા દ્વારા તાલીમ લેતા હોય, તેમના તમામ પ્રમાણપત્રો પ્રાપ્ત હોવા જોઈએ (Medical Certificate, Fitness Certificate, etc.)
  • લોન માત્ર તાલીમ માટે ઉપયોગમાં આવી શકે, અન્ય હેતુ માટે ઉપયોગ કરવાથી વ્યાજ સહિત પરત વસુલ થશે.
  • જામીનદાર જરૂરી છે, લોન ભરપાઇના નિયમો મુજબ માસિક હપ્તા ચૂકવવાની ફરજિયાત રહેશે.
  • વિદેશમાં તાલીમ પૂર્ણ થયા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ ભારતમાં સેવા આપવાની બાંહેધરી જરૂરી છે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ્સ

  • અરજદારનું આધાર કાર્ડ
  • જાતિ/પેટા જાતિનો દાખલો
  • શાળા છોડયાનો દાખલો
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાયસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી એક)
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / કેન્સલ ચેક
  • જામીનદારના મિલકતના દસ્તાવેજો (7/12 ઉતારો, વેલ્યુએશન સર્ટીફિકેટ)
  • સ્વીકૃતિ પત્ર ₹50 સ્ટેમ્પ પર
  • અભ્યાસની માર્કશીટ/પ્રમાણપત્રો
  • લોન ભરપાઇ માટે પાત્રતાનો દાખલો અને સોગંદનામું
  • પાસપોર્ટ અને વિઝા (જ્યાં લાગુ પડે)

અરજી કેવી રીતે કરવી?

  • અરજી ઓનલાઈન E-Samaj Kalyan Portal પર કરી શકાય છે.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવા પડશે.
  • અરજી સાથે સંબંધિત અધિકારી દ્વારા મંજૂરી લેવી ફરજિયાત છે.

Official Source

Application Attachments PDF

E-Samaj Kalyan Portal

મહત્વની નોંધ

આ યોજના માત્ર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે. લોન માત્ર તાલીમ માટે ઉપયોગમાં આવવી જોઈએ. વિદેશમાં તાલીમ પુર્ણ કર્યા પછી ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ભારતમાં સેવા આપવી ફરજિયાત છે. ખોટા દસ્તાવેજ આપવા પર અરજીઅનુસારી લોન રદ્દ થઈ શકે છે.