અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના

સરકારી યોજના

ભરતી પરીક્ષા પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના (SC Students)

યોજનાનું નામ ભરતી પરીક્ષા પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના
લાભાર્થી અનુસૂચિત જાતિના (SC) તાલીમાર્થીઓ
પરીક્ષાઓ UPSC, GPSC, બેંક, LIC, SSC, GSSSB, જિલ્લા પંચાયત વગેરે
સહાય રકમ વધુમાં વધુ ₹20,000/-

યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓને UPSC, GPSC, રાજ્ય તથા કેન્દ્ર સરકારની વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે ખાનગી કોચિંગ સંસ્થામાં તાલીમ મેળવવા માટે વધુમાં વધુ રૂ.20,000/- સુધીની નાણાકીય સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.

નિયમો અને શરતો

  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે
  • જિલ્લા નાયબ નિયામક પાસેથી પ્રાથમિક મંજૂરી મળ્યા બાદ જ કોચિંગમાં પ્રવેશ લેવો
  • તાલીમ પૂર્ણ થયા પછી પુનઃ ઓનલાઈન અરજી કરવી જરૂરી
  • તાલીમ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર અને ફી ભર્યાની પહોંચ અપલોડ કરવી
  • બાયોમેટ્રિક હાજરીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં જમા કરાવવી
  • પાત્ર તાલીમાર્થીને DBT દ્વારા બેંક ખાતામાં સહાય ચૂકવાશે
  • આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળશે

તાલીમાર્થી માટે પાત્રતા

  • તાલીમાર્થી અનુસૂચિત જાતિનો હોવો જોઈએ
  • સ્નાતક પરીક્ષા 50% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ
  • પુરુષ માટે મહત્તમ ઉંમર 35 વર્ષ અને સ્ત્રી માટે 40 વર્ષ
  • કુટુંબની વાર્ષિક આવક રૂ.6.00 લાખથી વધુ ન હોવી જોઈએ
  • તાલીમાર્થી કે તેમના માતા-પિતા સરકારી નોકરીમાં ન હોવા જોઈએ

કોચિંગ સંસ્થા માટે પાત્રતા

  • સંસ્થા પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • GST નંબર અથવા PAN Card હોવો જોઈએ
  • બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટ) હાજરી સિસ્ટમ હોવી જોઈએ
  • સંસ્થા Trust Act / Company Act / Shop Act હેઠળ નોંધાયેલ હોવી જોઈએ
  • ફેકલ્ટી ઓછામાં ઓછા સ્નાતક અને સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • જાતિ પ્રમાણપત્ર (SC)
  • આધાર કાર્ડ
  • રહેઠાણ પુરાવો
  • આવકનો દાખલો
  • સ્નાતકની છેલ્લી માર્કશીટ
  • કોચિંગ સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો
  • સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
  • તાલીમ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર
  • ફી ભર્યાની પહોંચ
  • બાયોમેટ્રિક હાજરીની હાર્ડ કોપી
  • બેંક પાસબુક / કેન્સલ ચેક

ફોર્મ ભરવાની રીત

મહત્વની નોંધ

પ્રાથમિક મંજૂરી વગર કોચિંગમાં પ્રવેશ લેવાશે તો સહાય મળશે નહીં. તમામ ડોક્યુમેન્ટ સાચા અને પૂર્ણ હોવા જરૂરી છે. ખોટી માહિતી આપવાથી અરજી રદ્દ થઈ શકે છે.