ધોરણ 12 માટે ટ્યુશન સહાય યોજના

સરકારી યોજના

ધોરણ 12 ટ્યુશન સહાય યોજના (12th Tuition Sahay)

યોજનાનું નામ ધોરણ 12 ટ્યુશન સહાય યોજના
લાભાર્થી અનુસૂચિત જાતિના (SC) વિદ્યાર્થીઓ / વિદ્યાર્થિનીઓ
અભ્યાસક્રમ ધોરણ 12 સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)
સહાય રકમ ₹4,000/- (ખાનગી ટ્યુશન માટે)

યોજનાનો હેતુ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થઈ ધોરણ-11 સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ / વિદ્યાર્થિનીઓને ધોરણ-12 દરમિયાન ખાનગી ટ્યુશન માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવા માટે આ યોજના અમલમાં છે.

નિયમો અને શરતો

  • ધોરણ-10 ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 75% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ
  • ધોરણ-11 સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)માં અભ્યાસ કરેલ હોવો જોઈએ
  • માત્ર પ્રથમ 100 વિદ્યાર્થીઓને મેરીટના આધારે સહાય મળશે
  • 100ની મેરીટ યાદીમાં સમાવેશ ન થાય તો અરજી દફતરે કરવામાં આવશે
  • કૌટુંબિક વાર્ષિક આવક રૂ.4,50,000/- સુધી હોવી જોઈએ
  • જેમને ધોરણ-11માં સહાય મળેલ હશે તેમને જ ધોરણ-12માં સહાય મળશે
  • ધોરણ-11માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને સહાય મળશે નહીં
  • 75% કરતાં ઓછા ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓએ અરજી કરવી નહીં

મળવાપાત્ર સહાય

  • ધોરણ-12 માટે ₹4,000/- ટ્યુશન સહાય

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • જાતિ પ્રમાણપત્ર (SC) ની નકલ
  • ધોરણ-10 પ્રથમ પ્રયત્નની માર્કશીટ
  • ધોરણ-11 પાસ થયાની માર્કશીટ
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડની નકલ
  • ખાનગી ટ્યુશન ફી ની પાવતી તથા પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેક
  • રેશન કાર્ડ (મરજીયાત)

ફોર્મ ભરવાની રીત

મહત્વની નોંધ

અરજી સંપૂર્ણ અને સાચા ડોક્યુમેન્ટ સાથે જ કરવી. મેરીટના આધારે જ સહાય મંજૂર કરવામાં આવશે. ખોટી માહિતી આપવાથી અરજી રદ્દ થઈ શકે છે.