DC Government Chhatralay Admission (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સરકારી છાત્રાલય પ્રવેશ યોજના)
| યોજનાનો હેતુ | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) તથા આર્થિક રીતે પછાત વર્ગના મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી (ડિગ્રી/ડિપ્લોમા), આર્ટસ, કોમર્સ, સ્નાતક, અનુસ્નાતક, ઉચ્ચ અભ્યાસક્રમો તેમજ ધોરણ 11-12 ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેણાંક સુવિધા પૂરી પાડવાના હેતુથી સરકારી છાત્રાલયો કાર્યરત છે. |
|---|
નિયમો અને શરતો
- ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
- રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
- કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 6.00 લાખ છે.
- અરજી કરનાર વિદ્યાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
- છાત્રાલય આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
- છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે, તે જિલ્લામાં આવેલી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે.
- ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ચાલતા અભ્યાસક્રમોના આધારે પ્રવેશ મળશે નહીં.
- પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, ત્યારબાદ ખાલી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટ આધારે પ્રવેશ મળશે.
- અરજીના વર્ષના જુલાઈ માસની 1 તારીખે વિદ્યાર્થીની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
રજુ કરવાના ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ)
- કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
- રીન્યુઅલ વિદ્યાર્થી માટે: ગત વર્ષના છેલ્લા બે સેમેસ્ટરની સરેરાશ ટકાવારી 50% કે તેથી વધુ (ગ્રેડેશન હોય તો સમકક્ષ ગ્રેડ)
-
ફ્રેશ વિદ્યાર્થી માટે:
- ધો. 11/12 માટે – ધો. 10 નું પરિણામ
- ડિપ્લોમા બાદ ડિગ્રી માટે – ડિપ્લોમા પરિણામ
- સ્નાતક માટે – ધો. 12 નું પરિણામ
- અનુસ્નાતક માટે – સ્નાતક અભ્યાસક્રમનું પરિણામ
- વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
- શાળા / કોલેજમાં પ્રવેશ મળ્યાની ફી પહોંચ અથવા પ્રવેશ પત્ર
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
- વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
- અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
ઉપયોગી લિંક્સ
- ફોર્મ ભરવા માટે : esamajkalyan.gujarat.gov.in
- સરકારી કુમાર છાત્રાલયની યાદી : (લિંક)
- સરકારી કન્યા છાત્રાલયની યાદી : (લિંક)
- FAQs : Click Here
મહત્વની નોંધ:
અરજીમાં અધૂરી માહિતી અથવા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ ન કરેલ હોય તો અરજી નામંજૂર થઈ શકે છે.
અરજી સબમીટ કર્યા બાદ કોઈ સુધારા શક્ય નથી.