ડી.સી. આદર્શ નિવાસી શાળા પ્રવેશ

સરકારી યોજના

DC Adarsh Nivasi Shala Admission (આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ)

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની બાબતો

  • અરજી કરતા પહેલા વિદ્યાર્થીએ www.esamajkalyan.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી.
  • વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પિતા/વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે.
  • અરજીમાં અધૂરી વિગતો અથવા માંગેલ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
  • અરજી સબમિટ કર્યા બાદ અરજીમાં કોઈપણ પ્રકારનો સુધારો અથવા વધારો કરી શકાશે નહીં.

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેના માપદંડ

  • આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9, 10 અને 12 માં પ્રવેશ માટે અરજી માત્ર ઓનલાઈન કરવી પડશે.
  • અરજી સાથે જરૂરી તમામ પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • કન્યાઓના કિસ્સામાં 45% ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.
  • અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (વધુ પછાત / અતિ પછાત / વિચરતી વિમુક્ત જાતિ), અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરિણામમાં 45% ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
  • વિદ્યાર્થીના પિતા / વાલીની વાર્ષિક આવક રૂ. 6,00,000/- સુધીની હોવી જોઈએ.
  • પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે મેરીટ પ્રમાણે તથા સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓ મુજબ પ્રવેશ આપવામાં આવશે.

આદર્શ નિવાસી શાળાઓની યાદી

  • કુમાર માટેની આદર્શ નિવાસી શાળાઓની યાદી : Click Here
  • કન્યા માટેની આદર્શ નિવાસી શાળાઓની યાદી : Click Here

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મળ્યા બાદ પાળવાના નિયમો

  • વિદ્યાર્થીએ નીચે દર્શાવેલ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે : Rules To Follow

અરજી કરવા માટે

મહત્વની નોંધ:
અરજી કરતી વખતે તમામ માહિતી સાચી તથા પૂર્ણ હોવી અત્યંત જરૂરી છે. સમયમર્યાદામાં પુર્તતા પૂર્ણ ન થાય અથવા ખોટી માહિતી આપવામાં આવે તો અરજી આપોઆપ નામંજૂર થવાની શક્યતા રહેશે.