કોમર્શિયલ પાયલટ તાલીમ લોન યોજના

સરકારી યોજના

Commercial Pilot Loan Yojana (SEBC)

યોજનાનું સ્વરૂપ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે Commercial Pilot License (CPL) તાલીમ લેવા માટે રૂ. 25.00 લાખ સુધીની લોન સહાય
લાયકાત ઉમેદવારે મેટ્રિક્યુલેશન / હાયર સેકન્ડરી / ISC અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ તમામ શૈક્ષણિક, ટેકનિકલ તથા અન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ.
વ્યાજ દર વાર્ષિક 4% સાદું વ્યાજ.
નિયમિત લોન / વ્યાજ ભરવામાં કસુર થાય તો 2.5% દંડનીય વ્યાજ લાગુ પડશે.
આવક મર્યાદા કોઈ આવક મર્યાદા નથી

મહત્વના જરૂરી આધાર / ડોક્યુમેન્ટ્સ

  • જાતિનો દાખલો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • કુટુંબની આવકનો દાખલો / IT Return / Form-16
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધોરણ 10 થી છેલ્લી પરીક્ષા સુધી)
  • પ્રવેશ આપવા અંગેનું સંમતિપત્રક
  • તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો
  • વિદેશમાં તાલીમ માટે પાસપોર્ટ, વિઝા અને એર ટિકિટની નકલ
  • વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધાર તથા વેલ્યુએશન રિપોર્ટ

જામીનદાર

  • એક સધ્ધર જામીનદાર ફરજિયાત

મોર્ગેજ

  • લોન મંજૂર થયા બાદ વિદ્યાર્થી / વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી મોર્ગેજ કરવી પડશે
  • વાલીની મિલકત મોર્ગેજ શક્ય ન હોય તો જામીનદારની મિલકત મોર્ગેજ કરવી પડશે

લોન પરત ચુકવણીની રીત

  • લોનની ચુકવણી થયા બાદ 1 વર્ષ પછી વસુલાત શરૂ થશે
  • મુદ્દલ 10 વર્ષમાં અને વ્યાજ 2 વર્ષમાં
  • કુલ 12 વર્ષમાં સંપૂર્ણ રકમ ભરપાઇ કરવાની રહેશે

ફોર્મ કેવી રીતે ભરવું?

અરજદારે esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કાઢી અપલોડ કરેલા આધાર જોડીને બે નકલમાં સંબંધિત જિલ્લા કચેરીમાં જમા કરાવવાની રહેશે.

જિલ્લા કચેરી અરજીની ચકાસણી કરશે. અધૂરી વિગતો હોય તો અરજી પરત કરવામાં આવશે અને માંગ્યા મુજબ પુર્તતા કરવી પડશે.

પુર્ણ થયેલી અરજી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ કચેરીને મોકલવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓના આદેશ જિલ્લા કચેરી તથા વિદ્યાર્થીને મોકલવામાં આવશે.

મંજૂરી આદેશ બાદ નિયત નમૂનાનું ગીરોખત કરી રજીસ્ટર્ડ મોર્ગેજ કરાવવાનું રહેશે. અસલ ગીરોખત રજુ થયા બાદ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરવામાં આવશે.

મહત્વની લિંક્સ

મહત્વની નોંધ: સમયમર્યાદામાં પુર્તતા પૂર્ણ ન થાય તો અરજી આપોઆપ નામંજૂર કરવામાં આવશે.