વિકાસશીલ જાતિના વિદ્યાર્થીઓ માટે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના

સરકારી યોજના

Coaching Assistance Scheme for Pre-preparation of Recruitment Exams (વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના)

યોજનાનો હેતુ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને UPSC / GPSC / State Commission / Bank / LIC / ગૌણ સેવા પસંદગી મંડળ / Railway Recruitment Board / Staff Selection Commission / જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી વર્ગ-૧, ૨ અને ૩ ની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. 20,000/- સુધીની કોચિંગ સહાય આપવી.
યોજના શરૂ થયાનું વર્ષ વર્ષ 2017-18
સહાયનું ધોરણ વધુમાં વધુ રૂ. 20,000/- સુધીની કોચિંગ સહાય

તાલીમાર્થી માટે પાત્રતાના ધોરણો

  • મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીને આ યોજનાનો લાભ મળશે.
  • જે ભરતી પરીક્ષાની તૈયારી માટે કોચિંગ લેવાનું હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત તથા વય મર્યાદા લાગુ પડશે.
  • તે શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવું ફરજિયાત છે.
  • તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર રહેશે.
  • સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવી રજૂ કરવું પડશે.

કોચિંગ સંસ્થા માટેના ધોરણો

  • તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા પાસે GST / PAN નંબર હોવો જોઈએ.
  • સંસ્થા નીચેના પૈકી કોઈપણ અધિનિયમ હેઠળ નોંધાયેલ હોવી જોઈએ:
    • મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, 1950
    • કંપની અધિનિયમ, 1956
    • શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948
  • સંસ્થા ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઈએ.
  • સંસ્થા અન્ય તમામ સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઈએ.

રજુ કરવાના ડોક્યુમેન્ટ્સ

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ / પેટા જાતિનો દાખલો
  • ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતકની છેલ્લી માર્કશીટ (ટકાવારી દર્શાવતી)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / ભાડાકરાર / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક)
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
  • ફી ની પહોંચ (GST નંબર સહિત)

અરજી કરવા માટે

મહત્વની નોંધ:
અરજી કરતી વખતે તમામ વિગતો સાચી તથા પૂર્ણ ભરવી ફરજિયાત છે. ખોટી માહિતી અથવા અધૂરી અરજીના કિસ્સામાં અરજી નામંજૂર થવાની શક્યતા રહેશે.