વૃદ્ધાશ્રમ (Accommodation Facility for Senior Citizens)
| યોજનાનું નામ | વૃદ્ધાશ્રમ |
|---|---|
| પ્રવેશ માટેની પાત્રતા |
૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો. દિવ્યાંગ અથવા અશકતતાના કેસમાં, માન્ય તબીબી પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો ૪૫ વર્ષથી વધુ વયના લાભાર્થીને પણ પ્રવેશ આપવામાં આવી શકે છે. |
અરજી સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મા-કાર્ડ
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ એક
- રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ પૈકી કોઈ એક)
- જન્મનો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર / જન્મનો દાખલો / મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ એક)
- દિવ્યાંગ અથવા અશકતતાના કેસમાં તબીબી પ્રમાણપત્ર
ફોર્મ ભરવા માટે
આ યોજના હેઠળ નિરાધાર અને જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત આવાસ, ભોજન તથા મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અરજી કરતી વખતે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાચા અને પૂર્ણ હોવા જરૂરી છે.