દિવ્યાંગ વ્યક્તિઓ માટે ટુ-વ્હીલર સ્કૂટર યોજના

સરકારી યોજના

ટુ-વ્હીલર સ્કૂટર યોજના for Disabled Persons

યોજનાનું નામ અસ્થિ વિષયક દિવ્યાંગોને ટુ-વ્હીલર ખરીદવા સહાય યોજના
પાત્રતા ૪૦% કે તેથી વધુ ફક્ત અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા ૧૮ થી ૫૦ વર્ષના પુરુષ અને સ્ત્રી બંને
લાભ લાભાર્થી સ્કૂટરની ખરીદી પોતાના ફંડથી કર્યા બાદ રૂ. 25,000/- સીધી DBT (Direct Bank Transfer) દ્વારા લાભાર્થીના બેંક અકાઉન્ટમાં આપવામાં આવશે.
સ્કૂટર માટે ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી હશે.
અરજી મંજૂર થયા પછી 30 દિવસની અંદર સ્કૂટરની ખરીદી કરવાની રહેશે, વધારે 60 દિવસની લંબાવવાની છૂટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પર રહેશે.
અરજી પત્રક દરેક નાણાકીય વર્ષમાં વર્તમાનપત્રમાં જાહેરાત બાદ અરજી પત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએ ઉપલબ્ધ થશે.
અરજી ભર્યા પછી જિલ્લા અધિકારીશ્રીની કચેરીમાં રજૂ કરવી પડશે.

ફોર્મ ભરવા માટે

આ યોજના હેઠળ 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓને ટુ-વ્હીલર માટે સહાય આપવામાં આવે છે. અરજી માટે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સજ્જ રાખવા જરૂરી છે.