હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક ભરતી 2025

એપ્રેન્ટિસ ભરતી 2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા જાહેરનામાં ક્રમાંક : 25/2025 મુજબ એપ્રેન્ટિસ એક્ટ–1961 તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિશીપ યોજના હેઠળ એપ્રેન્ટિસ ભરતી માટે આમંત્રણ આપવામાં આવે છે. ઉમેદવારો નિયત નમૂના મુજબનું અરજી ફોર્મ તથા જરૂરી પુરાવા સાથે 09 ડિસેમ્બર 2025 સુધી Speed Post અથવા રૂબરૂમાં મોકલી આપવવાની રહેશે

આયોજક સંસ્થાહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
જાહેરનામાં નંબર25/2025
પોસ્ટ નામકોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક
અરજીનો માધ્યમSpeed Post / રૂબરૂ
જોબ લોકેશનપાટણ
સત્તાવાર વેબસાઈટngu.ac.in

📅 મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 09 ડિસેમ્બર 2025

🎓 લાયકાત

  • સ્નાતક (B.Com)
  • કોમ્પ્યુટરનું પર્યાપ્ત જ્ઞાન ફરજિયાત

👥 જગ્યાઓ

  • કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક – 4 જગ્યાઓ ઉપલબ્ધ

🎯 ઉંમર મર્યાદા

  • ન્યૂનત્તમ: 18 વર્ષ
  • મહત્તમ: 35 વર્ષ

📌 મહત્વપૂર્ણ સૂચનાઓ

  • અરજીનો નમૂનો યુનિવર્સિટી વેબસાઈટ www.ngu.ac.in પર ઉપલબ્ધ.
  • અરજી સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ જોડવી ફરજિયાત.
  • સરકારશ્રી દ્વારા નિર્ધારિત માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
  • એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આપોઆપ મુક્ત ગણાશે.
  • ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિશીપ ન કરેલ હોવી જોઈએ.
  • પસંદગીનો આખરી નિર્ણય યુનિવર્સિટીનો રહેશે.
  • અધુરી અરજી રદ ગણાશે.
  • સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.
  • જગ્યાઓની સંખ્યામાં જરૂરી હોય તો ફેરફાર થઈ શકે છે.
  • ઈન્ટરવ્યૂ માટે સ્વખર્ચે હાજર રહેવું પડશે.
  • ઈન્ટરવ્યૂ સમયે મૂળ પ્રમાણપત્રો સાથે લાવવા.
Photo