SC વિદ્યાર્થીઓ માટે NEET/JEE/GUJCET કોચિંગ ક્લાસ સહાય યોજના
આ યોજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ માટેની GUJCET/NEET/JEE જેવી પૂર્વ પરીક્ષાની તૈયારી માટે વધુમાં વધુ રૂ. 20,000/- સુધીની સહાય પૂરી પાડે છે. યોજના શરૂ થયાનું વર્ષ: 2014-15
યોજનાના નિયમો અને શરતો
- વિદ્યાર્થીએ ઈ-સામાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી, સંબંધિત જિલ્લા નાયબ નિયામકશ્રી પાસેથી પ્રાથમિક મંજૂરી મેળવ્યા પછી જ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવો પડશે.
- તાલીમ પૂર્ણ થયા બાદ, તાલીમ સહાય મેળવવા માટે પુનઃ ઓનલાઇન અરજી કરવી પડશે.
- “તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ થયા અંગેનું તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર” અને “ફી ભર્યાની પહોંચ” અપલોડ કરવી પડશે.
- બાયોમેટ્રિક (ફિંગરપ્રિંટ) હાજરીની હાર્ડ કોપી જિલ્લાકચેરીમાં જમા કરાવવી પડશે.
- પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને નિયમો મુજબ DBT માધ્યમ દ્વારા તાલીમ સહાય ચૂકવવામાં આવશે.
- વિદ્યાર્થીએ પોતાની પરીક્ષા માહિતી સમયાંતરે નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને મોકલવી ફરજિયાત છે.
વિદ્યાર્થીના પાત્રતા ધોરણો
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.
- ધોરણ-10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
- ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
સંસ્થા પસંદગી ધોરણો
- સંસ્થા 3 વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત હોવી જોઈએ.
- GST નંબર / PAN CARD ધરાવતી હોવી જોઈએ.
- બાયોમેટ્રિક હાજરી માટે મશીન ઉપલબ્ધ હોવું જોઈએ.
- સંસ્થાની નોંધણી કોઈ એક અધિનિયમ હેઠળ થયેલી હોવી જોઈએ:
- મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, 1950
- કંપની અધિનિયમ, 1956
- શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948
- NEET/JEE માટે સંસ્થામાં M.Sc. ડિગ્રી ધરાવતી ફેકલ્ટી હોવી જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- વિદ્યાર્થીના જાતિ પ્રમાણપત્રની નકલ
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ નકલ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ભાડા કરાર પૈકી કોઈ એક)
- ધોરણ-10 અને આગળના અભ્યાસની તમામ માર્કશીટ (ટકાવારી દર્શાવતી)
- ધોરણ-12નું બોનાફાઈડ પ્રમાણપત્ર
- પ્રવેશ લેનાર સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો
- સંસ્થાનું નિયત પ્રમાણપત્ર (પોર્ટલ પર ઉપલબ્ધ)
- તાલીમ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર (તાલીમ સહાય માટે)
- ફી ભર્યાની પહોંચ (તાલીમ સહાય માટે)
- બાયોમેટ્રિક હાજરીની હાર્ડ કૉપિ (જિલ્લા કચેરીમાં જમા કરાવવી)
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (તાલીમ સહાય માટે)
ફોર્મ અને એપ્લિકેશન
- ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો
- અરજીઓ માટે જરૂરી દસ્તાવેજો: ડાઉનલોડ PDF