દિવ્યાંગ સાધન સહાય યોજના
| યોજનાનું નામ | દિવ્યાંગ સાધન સહાય યોજના |
|---|---|
| પાત્રતા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ |
દિવ્યાંગતાના પ્રકાર અનુસાર સાધન
| ક્રમ | દિવ્યાંગતાનો પ્રકાર | સાધનનું નામ (રેડી ટુ યુઝ) | સાધનનું નામ (ફેબ્રીકેટેડ) |
|---|---|---|---|
| 1 | અંધત્વ | સ્માર્ટ કેન, સ્માર્ટ ફોન, વિઝ્યુઅલ ઈમપેરડ કીટ, બ્રેલ કિટ | – |
| 2 | મસ્ક્યુલર ડિસ્ટ્રોફી | વ્હીલચેર | કેલિપર્સ |
| 3 | શ્રવણ ક્ષતિ | હિયરીંગ એઇડ્સ (BTE) બંન્ને કાન માટે | – |
| 4 | ઓછી દ્રષ્ટિ | – | ચશ્મા |
| 5 | બૌધ્ધિક અસમર્થતા | TLM કિટ (ઉંમર પ્રમાણે) | – |
| 6 | કુષ્ઠરોગ મુક્ત વ્યક્તિ | ADL કિટ, સેલ ફોન | – |
| 7 | લોકોમોટર દિવ્યાંગતા | વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીક, એલ્યુમીનીયમ કાખઘોડી (ઍક્સિલા ક્રચ), એલ્બો ક્રચ | કેલિપર્સ, કૃત્રિમ અંગો |
| 8 | સેરેબ્રલ પાલ્સી(અસ્થિ વિષયક) | સી.પી. ચેર, નાની વ્હીલચેર, રોલેટર્સ | કેલિપર્સ |
| 9 | માનસિક રોગ | TLM કિટ (ઉંમર પ્રમાણે) | – |
| 10 | મલ્ટિપલ ડિસએબિલિટી | વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટિક, એલ્યુમીનીયમ કાખઘોડી, એલ્બો ક્રચ, TLM કિટ (ઉંમર પ્રમાણે) | કેલિપર્સ, કૃત્રિમ અંગો |
ઉપરોક્ત સાધનમાંથી એકથી વધુ સાધન સહાયની મર્યાદામાં મળી શકે છે. એકથી વધુ માટે અરજી કરેલ હોય તો સરકાર નક્કી કરેલ મર્યાદા મુજબ રકમ આપશે.
અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સ
- જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતા પ્રમાણપત્ર / દિવ્યાંગતા ઓળખપત્રની ઝેરોક્ષ નકલ
- ઉંમરનો પુરાવો (જન્મ દાખલો, શાળા છોડ્યા પ્રમાણપત્ર, મેડિકલ સર્ટિફિકેટ)
- રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઈસન્સ / આધાર / ચૂંટણી કાર્ડ)
ફોર્મ ભરવા માટે
આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાના છે. અરજી કરતી વખતે સાચા ડોક્યુમેન્ટ્સ આપવી જરૂરી છે.