Mai Ramabai Ambedkar Saat Phera Samuh Lagna Yojana (સાત ફેરા સમૂહલગ્ન યોજના)
લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં અનાવશ્યક ખર્ચને રોકવા અને યુગલોને આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. સમૂહલગ્નમાં ભાગ લેનાર યુગલો માટે યુગલદીઠ રૂ. 12,000/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ. 3,000/- સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. કુલ મર્યાદા: રૂ. 75,000/- સુધી.
યોજનાનો હેતુ
લગ્નના પ્રસંગે અનાવશ્યક ખર્ચ ઘટાડવો અને સમૂહલગ્ન દ્વારા આર્થિક રીતે યુગલોને પ્રોત્સાહિત કરવું.
નિયમો અને શરતો
- યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જાતિઓ (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓ) માટે છે.
- વાર્ષિક આવક મર્યાદા: ગ્રામ્ય/શહેરી બંને માટે રૂ. 6,00,000/-.
- પુનઃ લગ્ન માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
- કન્યાની વય: 18 વર્ષ અને યુવકની વય: 21 વર્ષ.
- લગ્ન બાદ બે વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત.
- સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ પણ પ્રાપ્ત કરી શકાય.
- સમૂહલગ્નમાં ભાગ લેનાર યુગલો બંને યોજનાઓ માટે પાત્ર હોવા જોઈએ.
જરૂરી દસ્તાવેજો
સંસ્થાના દસ્તાવેજો
- જિલ્લા નાયબ નિયામક/જિલ્લા સ.અ (અનુસૂચિત જાતિ) ને અગાઉથી લેખિત જાણ કરેલ પત્ર
- સંસ્થાનું નોંધણી પ્રમાણપત્ર
- આમંત્રણ પત્રિકા / કંકોત્રી
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
યુગલના દસ્તાવેજો
- લગ્નની કંકોત્રી
- સમૂહલગ્નના આયોજક દ્રારા આપેલું પ્રમાણપત્ર
- કન્યાના પિતાનો આવકનો દાખલો (સક્ષમ અધિકારીની મંજુરી સાથે)
- યુવક/યુવતીના શાળા છોડ્યા પ્રમાણપત્રો / જન્મ નોંધણી / ઉંમરના પુરાવા / સરકારી તબીબી પ્રમાણપત્ર (કોઈપણ એક)
- જાતિનો દાખલો
ફોર્મ અને એપ્લિકેશન
- ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો