ભાવનગર કેળવણી મંડળ ભરતી 2026 | જુનિયર કલાર્ક, લેબ આસિસ્ટન્ટ અને આચાર્ય માટે ભરતી

ભાવનગર કેળવણી મંડળ ભરતી 2026

શ્રી ભાવનગર કેળવણી મંડળ, ભાવનગર સંચાલિત વિવિધ કોલેજોમાં જુનિયર કલાર્ક, લેબ આસિસ્ટન્ટ તથા આચાર્ય પદ માટે ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

📌 કોલેજ-વાઇઝ ખાલી જગ્યાઓ

ક્રમ કોલેજનું નામ પોસ્ટ કેટેગરી NOC નંબર / તારીખ
1 એલ.આર.વળીયા આર્ટસ એન્ડ પી.આર. મહેતા કોમર્સ કોલેજ જુનિયર કલાર્ક – 1 દિવ્યાંગજન (D & E) 21561-63 (17-07-2025)
2 શેઠ એચ.જે. લો કોલેજ, ભાવનગર જુનિયર કલાર્ક – 1 જનરલ 20936-38 (23-09-2025)
3 શ્રી જી.એચ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય લેબ આસિસ્ટન્ટ – 1 જનરલ 20957-59 (23-09-2025)
4 શ્રી જી.એચ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય આચાર્ય – 1 25657-58 (18-12-2025)
5 એલ.આર.વળીયા આર્ટસ એન્ડ પી.આર. મહેતા કોમર્સ કોલેજ આચાર્ય – 1 570-71 (20-01-2026)

🎓 લેબ આસિસ્ટન્ટ (જનરલ) – લાયકાત

  • વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતક (માત્ર Science Graduate)
  • ગણિત અથવા આંકડાશાસ્ત્ર સાથે સ્નાતક માન્ય નહીં
  • કોમ્પ્યુટરની પાયાની જાણકારી જરૂરી
  • નિમણુંક કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે ત્યાં સુધી માન્ય
  • NOC તથા સંસ્થાની તમામ શરતો લાગુ પડશે

🎓 આચાર્ય – લાયકાત

  • UGC માર્ગદર્શિકા (30-06-2010 & 18-07-2018) મુજબ લાયકાત
  • ઓછામાં ઓછા 55% ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી તથા Ph.D.
  • પ્રોફેસર / એસો. પ્રોફેસર તરીકે 15 વર્ષનો અનુભવ
  • UGC સૂચિબદ્ધ જર્નલમાં ઓછામાં ઓછા 10 રિસર્ચ પબ્લિકેશન
  • ન્યુનત્તમ 110 રિસર્ચ સ્કોર (ઓછામાં ઓછી 3 કેટેગરી)
  • નોકરી કરતા ઉમેદવારે ફરજિયાત NOC જોડવું

🧾 જુનિયર કલાર્ક – લાયકાત

  • D (મૂકબધીર) અને E (ઓછું સાંભળનાર) ઉમેદવારો માટે જગ્યા
  • યુનિવર્સિટી ઓર્ડિનન્સ 144 મુજબ સ્નાતક
  • હિસાબી કામ અને કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી
  • CCC પરીક્ષા પાસ ફરજિયાત
  • નિમણુંક રાજ્ય સરકારના નિયમો મુજબ
  • 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર

📌 જનરલ સૂચનાઓ

  • પગારધોરણ સરકારશ્રી તથા UGCના નિયમો મુજબ
  • અધૂરી અથવા મોડેથી આવેલ અરજી માન્ય નહીં
  • જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં અરજી મોકલવી
  • અરજી રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે

અરજી મોકલવાનું સરનામું:
મંત્રીશ્રી, ભાવનગર કેળવણી મંડળ, ભાવનગર
C/o શાંતિલાલ શાહ હાઇસ્કુલ,
હલુરીયા ચોક, ભાવનગર – 364001

📅 તારીખ: 23-01-2026
📍 સ્થળ: ભાવનગર

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Official Notification PDF : Click Here