MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ

MYSY સ્કોલરશીપ

MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ - 2025-26

📅 ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
તા. 31/12/2025 સુધી અરજી કરી શકશે.

📅 રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
તા. 31/12/2025 સુધી અરજી કરી શકશે.

📅 હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ:
તા. 07/01/2026 સુધી રહેશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 માં Medical, Paramedical, Nursing, Agriculture, Veterinary કોર્સ માટે Fresh, Renewal અને Delayed વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
અંતિમ તારીખ: 31/12/2025 (સાંજે 6 વાગ્યા સુધી)

ત્યારબાદ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિ — તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

અગત્યની સૂચનાઓ:

  • ટેકનિકલ ડિગ્રી, ડિપ્લોમા, મેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી કોર્સ માટે લિંક સપ્ટેમ્બર મહિને શરૂ થશે.
  • ફોર્મ ભરતા પહેલા તમામ જરૂરી ડોકયુમેન્ટ તૈયાર રાખવા.
  • ફોર્મ સબમિટ કર્યા બાદ ડોકયુમેન્ટ હેલ્પ સેન્ટર ખાતે વેરિફાય કરાવવા.

📄 જરૂરી ડોકયુમેન્ટ (મુખ્ય):

  • ફોટો / સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તો)
  • આવકનો દાખલો
  • રેશન કાર્ડ
  • બેન્ક પાસબુક
  • છેલ્લી પરીક્ષાની માર્કશીટ
  • LC (સ્કૂલ લિવિંગ)
  • કોલેજ / ઈન્સ્ટિટ્યૂટ સર્ટિફિકેટ
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)
  • મોબાઈલ નંબર અને ઈમેઈલ ID (કાયમી હોવી જરૂરી)

📞 હેલ્પલાઇન: માહિતી માટે હેલ્પ સેન્ટર અથવા વેબસાઇટ જુઓ.

🌐 Official Website: https://mysy.gujarat.gov.in

વધારે માહિતી માટે: અહી ક્લિક કરો