પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)

સરકારી યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)

યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના (Gramin / Urban)
ચાલૂ કરનાર વિભાગ ગૃહ અને શહેરી બાબતો મંત્રાલય (Urban) તથા ગ્રામ વિકાસ મંત્રાલય (Gramin)
સહાય રકમ ₹ 1,70,000/- (ઘર બનાવા માટે નાણાકીય સહાય)
લાભાર્થી ગરીબ, બેઘર, કાચા મકાનમાં રહેતા પરિવારો

પાત્રતા શરતો

  • ગામડાં તથા શહેરી વિસ્તારોના ગરીબ પરિવારો
  • જેઓ પાસે પોતાનું પક્કું મકાન નથી
  • જેઓના નામ SECC (Socio Economic Caste Census) યાદીમાં છે
  • પરિવારની વાર્ષિક આવક નિશ્ચિત મર્યાદા સુધી હોવી જોઈએ (શહેરી માટે – ₹3 લાખ સુધી EWS, ₹6 લાખ સુધી LIG)
  • અરજદારના નામે કે પરિવારના સભ્યના નામે પક્કું મકાન ન હોવું જોઈએ

ફોર્મ ભરવાની રીત

  • અરજી ઑનલાઇન PMAYની ઓફિશિયલ વેબસાઈટ પર કરી શકાય છે
  • ગ્રામ પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલિકા કાર્યાલયમાં પણ અરજી કરી શકાય છે
  • અરજી સાથે જરૂરી ડોકયુમેન્ટ્સ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે

જરૂરી ડોકયુમેન્ટ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક
  • જમીન કે મકાનનો દાખલો (જો હોય તો)
  • આવકનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • મોબાઇલ નંબર

ક્યાં સંપર્ક કરવો?

  • ગ્રામ પંચાયત કાર્યાલય
  • તાલુકા વિકાસ અધિકારી (TDO) કાર્યાલય
  • નગરપાલિકા / મહાનગરપાલિકા કાર્યાલય
  • સુવિધા કેન્દ્રો / Common Service Centres (CSC)

હેલ્પલાઇન નંબર અને વેબસાઈટ

Official Source:  

https://pmaymis.gov.in

https://pmayg.dord.gov.in

મહત્વની નોંધ

અરજી કરતા પહેલા તમારું નામ SECC યાદીમાં છે કે નહીં તે તપાસવું જરૂરી છે. જો નામ યાદીમાં નથી તો સહાય મળવી મુશ્કેલ છે. અરજી કરતી વખતે બધા ડોકયુમેન્ટ સાચા અને અપડેટેડ હોવા જોઈએ.