વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
---|---|
ચાલૂ કરનાર વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર |
સહાય રકમ |
દીકરીના જન્મથી લગ્ન સુધી કિશ્તોમાં કુલ સહાય ₹1,10,000/- ➤ જન્મ સમયે : ₹4,000/- ➤ પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે : ₹6,000/- ➤ ધોરણ 9માં પ્રવેશ સમયે : ₹1,00,000/- (FD રૂપે) |
લાભાર્થી | ગુજરાત રાજ્યની દીકરીઓ (પ્રથમ બે દીકરીઓને જ લાભ મળશે) |
પાત્રતા શરતો
- અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ
- પરિવારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹2,00,000/- સુધી તથા શહેરી વિસ્તારમાં ₹2,50,000/- સુધી હોવી જોઈએ
- પ્રથમ બે દીકરીઓને જ આ યોજનાનો લાભ મળશે
- દીકરીનો જન્મ 2 ઑગસ્ટ 2019 પછીનો હોવો ફરજિયાત
ફોર્મ ભરવાની રીત
- અરજી Offline બાળ વિકાસ અધિકારી / ICDS કાર્યાલયમાં કરવી
- કેટલાક જિલ્લાઓમાં ઑનલાઇન અરજીની સુવિધા પણ ઉપલબ્ધ છે (વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પોર્ટલ પર)
- અરજી કરતી વખતે જરૂરી ડોકયુમેન્ટ્સ સાથે જવું ફરજિયાત છે
જરૂરી ડોકયુમેન્ટ
- દીકરીનો જન્મ દાખલો
- આધાર કાર્ડ (માતા-પિતા તથા દીકરીનું)
- રેશન કાર્ડ
- બેંક પાસબુક (માતા કે પિતા નામે)
- આવકનો દાખલો
- રહેઠાણનો દાખલો
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- મોબાઇલ નંબર
ક્યાં સંપર્ક કરવો?
- બાળ વિકાસ અધિકારી (CDPO) કાર્યાલય
- આંગણવાડી સુપરવાઈઝર
- મહિલા અને બાળ વિકાસ વિભાગ
- જિલ્લા મહિલા વિકાસ કચેરી
હેલ્પલાઇન નંબર અને વેબસાઈટ
- હેલ્પલાઇન : 181 (મહિલા હેલ્પલાઇન)
- વધુ માહિતી માટે : https://wcd.gujarat.gov.in/
મહત્વની નોંધ
આ યોજના દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે છે. માત્ર પ્રથમ બે દીકરીઓને જ આ સહાય મળશે. દીકરીના લગ્ન સમયે FD પરિપક્વ થશે અને તે રકમ દીકરીને મળશે.