🎓 ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ 2025-26 – SC, ST, OBC & General માટે Apply શરૂ
ગુજરાત રાજ્ય સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025–26 માટેનું Scholarship Form જાહેર કરવામાં આવ્યું છે. આ સ્કૉલરશીપનો લાભ SEBC, SC, ST, OBC, EWS તથા General વર્ગના વિદ્યાર્થીઓ લઈ શકે છે.
જેઓ વિદ્યાલય, કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેઓ સમયસર ફોર્મ ભરીને રાજ્ય સરકાર દ્વારા મળતી આર્થિક સહાય મેળવી શકે છે. અહીં નીચે તમામ વિગતો સરળ ભાષામાં આપવામાં આવી છે.
📅 મહત્વની તારીખો
- ફોર્મ શરુ થવાની તારીખ: 15 જુલાઈ 2025
- SC/ST માટે અંતિમ તારીખ: 31 ઓગસ્ટ 2025
- OBC/EWS/General માટે અંતિમ તારીખ: 30 સપ્ટેમ્બર 2025
- હાર્ડકોપી સબમિટની અંતિમ તારીખ: 15 ઓક્ટોબર 2025
📅 ફોર્મ ભરવાની તારીખ (Category મુજબ)
🟤 SC/ST વિદ્યાર્થીઓ માટે:
📌 15/07/2025 થી 31/08/2025 સુધી અરજી કરી શકશે.
🟡 OBC / EWS / General વિદ્યાર્થીઓ માટે:
📌 17/07/2025 થી 30/09/2025 સુધી અરજી કરી શકશે.
📢 દરેક વિદ્યાર્થીએ પોતાનાં કેટેગરી પ્રમાણે ફોર્મ સમયસર ભરવો જરૂરી છે.
🎯 લાયકાત (Eligibility)
- ગુજરાતના રહેવાસી વિદ્યાર્થી
- SC/ST/OBC/SEBC/EWS/General વર્ગનો દાખલો (લાગુ પડતું હોય તો)
- નિયમિત અભ્યાસ કરતી શાળા/કોલેજ/યુનિવર્સિટીમાં પ્રવેશ
- ફેમિલી આવક SC/ST માટે ₹2.5 લાખથી ઓછી, OBC/EWS માટે ₹1.5 લાખથી ઓછી
📑 જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
- ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ
- જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
- બેંક પાસબુક
- રેશન કાર્ડ (e KYC ફરજિયાત)
- LC (Leaving Certificate)
- ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
- બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
- બ્રેક એફિડેવિટ (1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો)
🌐 ફોર્મ કેવી રીતે ભરશો? (Step-by-Step)
- https://www.digitalgujarat.gov.in પર જાઓ
- Login અથવા New Registration કરો
- Scholarship > Fresh Application 2025–26 પસંદ કરો
- તમારી Category અને Course પસંદ કરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- Save and Submit કરો
- PDF Application નકલ કાઢો અને હાર્ડકોપી તમારી સંસ્થામાં સબમિટ કરો
📲 OTR નંબર કેવી રીતે મેળવવો? (સંપૂર્ણ માર્ગદર્શન)
શિષ્યવૃતિ ફોર્મ ભરવા માટે OTR નંબર ફરજિયાત છે. નીચે આપેલી પદ્ધતિ દ્વારા તમે OTR નંબર સરળતાથી મેળવી શકો છો:
🧩 તૈયારી પહેલા:
- મોબાઇલમાં NSPOTR અને AADHAARFACERD એપ્લિકેશન Play Store પરથી ડાઉનલોડ કરો
- વિદ્યાર્થીના આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર રાખવો (OTP માટે)
🧾 રજીસ્ટ્રેશન પ્રક્રિયા:
- NSPOTR એપ ખોલો અને “Registration” પર ક્લિક કરો
- Guideline ખૂલે પછી 2 checkbox select કરીને “Next” કરો
- વિદ્યાર્થીનો મોબાઇલ નંબર નાખી SEND OTP કરો
- આવેલો OTP નાખી CAPTCHA verify કરો
🔐 EYC (Electronic Know Your Customer) સ્ટેજ:
- “I HAVE AADHAAR” પસંદ કરો
- આધાર કાર્ડ નંબર નાખી Next કરો
- “CONSENT FOR PROVIDING AADHAAR” આવશે – “I AGREE” પર ક્લિક કરો
- AADHAARFACERD એપ ઓટોમેટિક ખૂલે – ફેસ સ્કેન કરો
- લીલી લાઇન આવે એટલે આંખો બંધ કરીને ખોલો (Blink)
- “Image Capture Successfully” ના મેસેજ પછી આગળ વધો
📥 વ્યક્તિગત વિગતો દાખલ કરો:
- વિદ્યાર્થીના આધાર મુજબ ફોટો અને વિગતો દેખાશે
- માતાનું નામ, પિતાનું નામ, અને Email ID દાખલ કરો
- Next કરો
✅ OTR નંબર પ્રાપ્ત:
- વિદ્યાર્થીનો 14 અંકનો OTR નંબર સ્ક્રીન પર દેખાશે
- એમએસજ તરીકે પણ તમારા મોબાઇલ પર આવશે
- આ નંબર નોંધીને સ્ક્રીનશોટ રાખવો ફરજિયાત છે
📌 નોંધ: સ્કૉલરશીપ માટે આ OTR નંબર ખૂબ જ મહત્વનો છે. તમારું રજીસ્ટ્રેશન સંપૂર્ણ માન્ય ત્યારે જ ગણાશે જ્યારે OTR નંબર હોય.
📎 મહત્વપૂર્ણ લિંક્સ
🖨️ કેટેગરી પ્રમાણે અગત્યની સૂચના PDF & Share
📢 નોટ: વિદ્યાર્થીઓએ ફોર્મ સબમિટ પછી તેમાં કોઈ ભૂલ રહી ન જાય તેની ખાતરી કરવા જરૂરી છે. એકવાર ફોર્મ સબમિટ થયા બાદ એમાં ફેરફાર શક્ય નથી.