Digital Gujarat Scholarship

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ (શૈક્ષણિક વર્ષ 2025-26)

SC/ST વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ:
તા. 01/09/2025 થી 30/09/2025 સુધી અરજી કરી શકશે.

OBC/EWS/જનરલ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ:
તા. 17/07/2025 થી 30/09/2025 સુધી અરજી કરી શકશે.

આધાર કાર્ડ બેન્ક સાથે લિન્ક હોવું ફરજિયાત છે.

સ્કૉલરશીપ ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ

  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી હોય તે જ આપવો)
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (નોંધ: છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ (e-KYC ફરજિયાત)
  • બેન્ક પાસબુક
  • ફી ભર્યાની પહોંચ / ફી માફીનું પ્રમાણપત્ર
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડે તો)
  • શાળા/કોલેજનું આઈ કાર્ડ
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ (જો અભ્યાસમાં ગેપ હોય તો)

આધાર કાર્ડ બેન્ક સાથે લિન્ક ફરજિયાત હોવું જોઈએ.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ માટે વિદ્યાર્થીઓ પાસે OTR નંબર હોવો ખાસ જરૂરી છે.
રિન્યૂઅલ અને ફ્રેશ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ.

ક્યાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે?

  • ધોરણ 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી
  • ધોરણ 11, 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ
  • કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ
  • ITI કરતા વિદ્યાર્થીઓ વગેરે

નોંધ: દેના બેન્કમાં ખાતું ધરાવતા વિદ્યાર્થીઓએ નવો IFSC કોડ રાખવો ફરજિયાત છે (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ છે).

ડિજિટલ ગુજરાત ફોર્મ ભર્યા બાદ જો કોઈ ફેરફાર કરવો હોય તો પ્રથમ ડ્રાફ્ટ પ્રિન્ટ કાઢી તપાસો, પછી જ ફાઇનલ સબમિટ કરો. અંતિમ તારીખ પહેલા ફાઇનલ સબમિટ કરાવવું ફરજિયાત છે.

હેલ્પ લાઇન નંબર

📞 1800 233 5500

વધારે માહિતી માટે: અહી ક્લિક કરો