Current Affairs - 04 November 2025
1. UNHRCનું પૂરું નામ જણાવો?
જવાબ: United Nations Human Rights Council
2. ભારતના કયા પ્રસિદ્ધ વન્યજીવ સંરક્ષણવાદી IUCN Species Survival Commissionના પ્રથમ એશિયન અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે?
જવાબ: શ્રી વિવેક મેનન
3. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ‘સમુદ્ર શક્તિ-2025’ કવાયતનું આયોજન થયું હતું?
જવાબ: ઈન્ડોનેશિયા
4. સાયલન્ટ વેલી નેશનલ પાર્ક (જેમાં 6 નવી ડ્રેગનફ્લાય પ્રજાતિઓ મળી) કયા રાજ્યમાં સ્થિત છે?
જવાબ: કેરળ
5. ભારતમાં કોનો જન્મદિન ‘મનુષ્ય ગૌરવ દિન’ તરીકે ઉજવાય છે?
જવાબ: પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
6. ‘મનુષ્ય ગૌરવ દિન’ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે?
જવાબ: 19 ઓક્ટોબર
7. હેન્સે એન્ડ પાર્ટનર્સના ઓક્ટોબર 2025ના ‘પાસપોર્ટ ઈન્ડેક્સ’માં પ્રથમ ક્રમે કયો દેશ છે?
જવાબ: સિંગાપોર
8. હેન્સે એન્ડ પાર્ટનર્સના ઓક્ટોબર 2025ના ‘પાસપોર્ટ ઈન્ડેક્સ’માં ભારત કયા ક્રમે છે?
જવાબ: 85મા
9. 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું?
જવાબ: અમદાવાદ
10. ભારત કયા સમયગાળા માટે યુએન માનવ અધિકાર પરિષદ (UNHRC)માં ચૂંટાયું છે?
જવાબ: 2026-28