કરંટ અફેર 3 નવેમ્બર 2025 | Read

Current Affairs Read

Current Affairs - 03 November 2025

● દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને કઈ ટીમે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીત્યો?

જવાબ: ભારત

● પેરિસ માસ્ટર્સ 2025 માં ફાઇનલમાં હાજરી સાથે, 20 વર્ષની વ્યાવસાયિક કારકિર્દી પછી કયા ભારતીય ટેનિસ દિગ્ગજે નિવૃત્તિની જાહેરાત કરી?

જવાબ: રોહન બોપન્ના

● સરકારની કઈ યોજના સૌથી મોટી લાભ પહોંચાડનારી યોજના (Direct Benefit Transfer Scheme) તરીકે ગિનિસ બુકમાં નોંધાઈ છે?

જવાબ: PAHAL

● FIDE ચેસ વર્લ્ડ કપ 2025 ટ્રોફીનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે?

જવાબ: વિશ્વનાથન આનંદ

● ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે કયા દેશમાં 10-વર્ષના સંરક્ષણ માળખા કરાર પર હસ્તાક્ષર કર્યા?

જવાબ: મલેશિયા

● ડિસઈન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) વિભાગનું નવું નામ શું છે?

જવાબ: ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ

● વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા 2025 ના ટોચના કૃષિ-ખાદ્ય પ્રણેતા તરીકે કોને માન્યતા મળી?

જવાબ: શેફ સંજીવ કપૂર

● સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના સન્માનમાં રાષ્ટ્રીય એકતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

જવાબ: ૩૧ ઓક્ટોબર

● લિથુનિયન નવલકથા "ધ લાસ્ટ ડે" નો હિન્દી અનુવાદ "એન્તિમ દિન" કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યો?

જવાબ: સાહિત્ય અકાદમી

● જસ્ટિસ બીઆર ગવઈના અનુગામી ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ?

જવાબ: જસ્ટિસ સૂર્યકાંત

● કેટલા દેશોનું મૂલ્યાંકન થયું અને કયા આધારે?

જવાબ: 145 દેશો, 60થી વધુ પરિમાણો (માનવશક્તિ, કુદરતી સંસાધનો, નાણાં, ભૂગોળ)

● DISHA પોર્ટલ કોના માટે વિકસાવવામાં આવ્યું છે?

જવાબ: સાંસદો અને ધારાસભ્યો માટે

● એશિયાનું સૌથી મોટું રેલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર ક્યાં ઉદ્ઘાટન થયું?

જવાબ: સાબરમતી, અમદાવાદ

● NITI આયોગે ઊંચા મૂલ્યની ખેતપેદાશમાં સ્થળાંતર માટે ભલામણ કરી હતી, જેમાં કઈ પેદાશ સામેલ નથી?

જવાબ: રેશમ અને કપાસ

● આંધ્રપ્રદેશ સ્થાપના દિવસ કયા તારીખે ઉજવવામાં આવે છે?

જવાબ: 1 નવેમ્બર

● ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ અને સ્કોર કેટલો છે?

જવાબ: 4થો, 0.1184

● ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2025માં પાકિસ્તાનનો ક્રમ કેટલો છે?

જવાબ: 12મો

● આંધ્રપ્રદેશની વર્તમાન રાજધાની કઈ છે?

જવાબ: અમરાવતી

● જનજાતિય ગૌરવ વર્ષ પખવાડા 2025 ક્યારે યોજાશે?

જવાબ: 1 નવેમ્બરથી 15 નવેમ્બર 2025

● આ વર્ષની લીલી પરિક્રમા ક્યાં સ્થગિત કરવામાં આવી છે?

જવાબ: જુનાગઢ